કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી ટ્રેનો ફરીથી શરૂ કરવા માટે ઉગ્ર આંદોલન ફેલાવી રહેલા જામવંણથલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભુરાલાલ મેઘજીભાઇ પરમારની આત્મવિલોપનની ચિમકીને ધ્યાનમાં રાખી પોલીસે તેમની અટકાયત કરી છે.છેલ્લા કેટલાંક દિવસથી બંધ થયેલી ટ્રેન ચાલુ કરવા માટે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા ઉપસરપંચ ભુરાલાલ પરમારે તા. 12 એપ્રિલ સુધીમાં ટ્રેન ચાલુ કરવાની જાહેરાત નહીં થાય તો ઓખા-મુંબઇ વચ્ચે કોઇપણ સ્થળે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી હતી. આ ચિમકીના અનુસંધાને પોલીસે આજે ઉપસરપંચ ભુરાલાલ પરમારની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે ઉપવાસી ભુરાલાલ પરમારની તબિયત લથડતાં સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઇ ગઇ હતી.