Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભટિંડા આર્મી વિસ્તારમાં ફાયરીંગ, 4 લોકોના મોત

ભટિંડા આર્મી વિસ્તારમાં ફાયરીંગ, 4 લોકોના મોત

- Advertisement -

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર બુધવારે સવારે થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. મિલિટરી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેનાએ જણાવ્યું કે ફાયરિંગ સવારે 4.35 વાગ્યે થયું હતું અને હવે તે બંધ થઈ ગયું છે. સેનાએ હજુ સુધી તેને આતંકવાદી હુમલો ગણાવ્યો નથી. એ પણ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલા લોકો સૈનિકો છે કે સિવિલિયન્સ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના અંગે સેના પાસે રિપોર્ટ માગ્યો છે. પંજાબ સરકારે પણ ભઠિંડા પોલીસ પાસે રિપોર્ટનો ખુલાસો માગ્યો છે. આર્મી કેન્ટની અંદર સૈનિકોના પરિવાર પણ રહે છે. ઘટના પછી સેનાએ બધાને ઘરમાં રહેવા માટે કહ્યું છે. કેન્ટની અંદર ચાલતી સ્કૂલને પણ બંધ કરી દેવામાં આવી છે.

- Advertisement -

ફાયરિંગની આ ઘટના અંગે જુદા-જુદા દાવાઓ કરવામાં આવી રહયા છે. કેટલાક સૂત્રો આ ફાયરીંગને આતંકી હુમલો ગણાવી રહયા છે. તો કેટલાક અહેવાલોમાં મિલટ્રી સ્ટેશનમાં જવાનો વચ્ચે અંદરોઅંદરની ફાયરીંગ ગણાવવામાં આવી રહયું છે. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં એક રાયફલ અને 28 કારતૂસ ગુમ થયા હતા. તો બીજી તરફ મિલટ્રી સ્ટેશનની અંદર બુધવારે સવારે કેટલીક શંકાસ્પદ ગતિવિધીઓ જોવા મળી હતી. ફાયરીંગ કરનાર વ્યકિત સફેદ વસ્ત્રોમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઘટના આતંકવાદી હુમલો હતો કે અંદરોઅંદરનો ગોળીબાર, તે સ્પષ્ટ કરવા માટે સૈન્ય કે પોલીસે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોને પ્રમાણે માહિતી આવી રહી છે. ભટિંડા કેન્ટોનમેન્ટ એશિયાની સૌથી મોટી લશ્કરી છાવણી છે. આ મિલિટરી સ્ટેશનની બાઉન્ડ્રી લગભગ 45 કિલોમીટર છે. અહીંનો દારૂગોળો ડેપો દેશના સૌથી મોટા ડેપોમાંથી એક છે.

- Advertisement -

લોકોના કેન્ટની અંદર અને બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય એજન્સીઓને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ પોલીસના સીનિયર ઓફિસર પણ કેન્ટમાં પહોંચી રહ્યા છે. ભટિંડા કેન્ટ એશિયાની સૌથી મોટી સૈનિક છાવણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular