Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરાહુલ ગાંધીના સમર્થનમાં જામનગર કોંગે્રસ દ્વારા જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ

રાહુલ ગાંધીના સમર્થનમાં જામનગર કોંગે્રસ દ્વારા જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ

તાજેતરમાં કોંગે્રસના રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. જેને લઇ કોંગે્રસમાં વિરોધ છવાયો છે. ત્યારે જામનગર શહેર જિલ્લા કોંગે્રસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં જામનગર જિલ્લા પંચાયત સામે જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનમબેન ખફી, રચનાબેન નંદાણીયા, નુરમામદ પલેજા, પ્રદેશ કોંગે્રસ મહામંત્રી સહારાબેન મકવાણા ઉપરાંત કોંગે્રસ અગ્રણી નયનાબા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, આનંદ ગોહિલ સહિતના કોંગે્રસના હોદ્ેદારો-કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular