જામનગર શહેરમાં રેવન્યુ સર્વે નં. 11/12 તથા 114વાળી રઘુવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટી દ્વારા બિનખેતી થયેલ પ્લોટ નં. 42/એ પૈકી સબ-પ્લોટ નંબર 42/એ/2/સી વાળી જગ્યા જેનું ક્ષેત્રફળ આશરે 83.52 ચોરસ મીટર થાય છે. તે જગ્યા વાદીને રૂા. 10,33,850માં વેચાણ કરવાનો તા. 24-1-2008ના વાદી જોગ લેખિત વેચાણ કરાર કરી આપ્યો હતો અને આ વેચાણ કરાર કરતી વખતે વાદીએ પ્રતિવાદીને અવેજ પેટે સુથીના રૂા. 5000 રોકડા ચૂકવેલા હતાં. જે વેચાણ કરાર કરતી વખતે વાદી તથા પ્રતિવાદી વચ્ચે એવું નક્કી થયું હતું કે, વેચાણ કરારની તારીખથી ત્રણ માસની અંદર પ્રતિવાદીએ પોતાના ખર્ચે વેચાણ કરારવાળા પ્લોટનું સબપ્લોટીંગની મંજૂરી મેળવી જગ્યા ટાઇટલ ક્લિયર કરાવી જગ્યાનો પાકો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો રહેશે. ત્યારબાદ વાદી દ્વારા પ્રતિવાદીને વેચાણ કરારવાળા પ્લોટનો સબપ્લોટીંગ તથા ટાઇટલ ક્લિયરની કાર્યવાહી ચાલુ છે. તેવા ખોટા બહાના બતાવી પ્રતિવાદીએ વાદીની જાણ બહાર પ્લોટ જયાબેન નારણભાઇ સતવારા જામનગરવાળાને વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી આપ્યો હતો.
જે જાણ વાદીને થતાં તેઓ ચાલુ દાવે જયાબેન સતવારાને જરુરી પક્ષકાર દાવામાં બનાવી તેઓ સામે પ્લોટ ન વેચવા તથા અન્ય કોઇને ટ્રાન્સફર એસાઇ કરે નહીં કે કરાવે નહીં તેવો મનાઇ હુકમ મેળવવા જામનગરની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ દસ્તાવેજ રદ્ કરવા તથા કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય અને તેઓ કાયદા મુજબ વાદી જોગ રજી. વેચાણ દસ્તાવેજ કરી આપવા બંધાયેલ હોવા છતાં પ્રતિવાદીએ વાદી જોગ વેચાણ દસ્તાવેજ કરી આપેલ નહીં. જેથી વાદીએ જામનગરની અદાલતમાં કરારનું વિશિષ્ટ પાલન કરાવવા તથા દસ્તાવેજ રદ્ કરવા અંગેનો દાવો દાખલ કર્યો હતો. જેમાં વચગાળાની મનાઇ હુકમની અરજી દાખલ કરી હતી. જે અરજી જામનગરના ચોથા એડી. સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં પ્રતિવાદી જયાબેન નારણભાઇ સતવારા સામે પ્લોટ ન વેચવા બાબતે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં વાદી દિનેશભાઇ તરફે યુવાન ધારાશાસ્ત્રી નિતલ એમ. ધ્રુવ, ડેનિસા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી તથા આસિ. જુનિયર કાજલ સી. કાંબરીયા તથા અલ્ફાઝ એ. મુંદ્વા રોકાયેલ હતાં.


