ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ અને જામનગર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અન્વયે ફેબ્રુઆરી–એપ્રીલ ૨૦૨૩ ના ભરતીસત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઈલેકટ્રીશ્યન, વેલ્ડર, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક અન. કોપા ટ્રેડ હેઠળનાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની તેમજ ટેક, વોકેશનલ ટ્રેડમાં સીવીલ કન્ટ્રકશન, એકાઉન્ટ એન્ડ ઓડીટીંગ તથા પરચેઝ એન્ડ સ્ટોર્સના વિષયો સાથે તેમજ એપ્રેન્ટીસ ડીપ્લોમા હોલ્ડર ઈન ઓટો એન્જીનિયરિન્ગ તથા મીકે .એન્જી.ની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાની હોય, ઉમેદવારોએ apprenticeshipindia.gov.in પોર્ટલ પર આધારકાર્ડ ફરજીયાત વેરીફાઈડ કરી, SBI બેંક એકાઉન્ટ ઉમેરી રજીસ્ટ્રેશન કરી તેની પ્રીન્ટ મેળવી, ૧૦ પાસ, ૧૨ પાસ અને આઈ.ટી આઈ. પાસ સહિતના શૈક્ષણિક લાયકતાના તમામ પુરાવાઓ, એલ.સી, આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા ૦૪/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી પત્રક મેળવી આ અરજીપત્રક તા-૦૬/૦૫/૨૦૨૩ સુધીમાં તમામ “અસલ માર્કશીટ તથા પ્રમાણપત્રો સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો જમા કરવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા વહિવટી શાખા, વિભાગીય નિયામકની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરની યાદીમાં જણાવાયુ છે.