કલ્યાણપુરથી આશરે દસ કી.મી. દૂર ખાખરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા મારખીભાઈ માલદેભાઈ કરંગીયા નામના 57 વર્ષના આહીર પ્રૌઢની વાડીના ઢાળીયાના રૂમનો નકુચો તોડી, કોઈ તસ્કરો રૂપિયા 50 હજારની કિંમતનું આશરે સાડા આઠ મણ જીરુ તેમજ નજીકમાં રાખવામાં આવેલા રૂપિયા બે લાખની કિંમતના ટ્રેક્ટરના ઓજાર (લોઢિયું) મળી કુલ રૂપિયા અઢી લાખના મુદ્દામાલની ચોરી કરીને લઈ જવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં અજાણ્ય તસ્કરો સામે આઈ.પી.સી. કલમ 497, 380 તથા 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.