Friday, December 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયનાદારીના આરે પાકિસ્તાન

નાદારીના આરે પાકિસ્તાન

મોંઘવારી 48 વર્ષની ટોચે, વિશ્ર્વ બેન્કે વિકાસદર ઘટાડયો : 40 લાખ લોકો ગરીબીમાં સપડાયા

- Advertisement -

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેના કારણે જનતાનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને કારણે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓની આયાત કરી શકતું નથી. જેના કારણે લોકોને લોટ અને ચોખા જેવી રોજીંદી વસ્તુઓ મળી શકી રહી નથી. મળતું હોય તો પણ સામાન્ય કરતાં અનેક ગણું વધારે ચૂકવવું પડે છે. આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.

- Advertisement -

વર્લ્ડ બેન્કે પાકિસ્તાનના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનનો વિકાસ દર 2 ટકાથી ઘટાડીને 0.4 ટકા કર્યો છે. અહેવાલ મુજબ, વર્લ્ડ બેન્કે કહ્યું છે કે વિવિધ આર્થિક આંચકાઓને કારણે આ નાણાકીય વર્ષમાં લગભગ 40 લાખ પાકિસ્તાનીઓ ગરીબીમાં સંપડાઈ ગયા છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનને ’જાહેર દેવાની કટોકટી’ ટાળવા માટે તાત્કાલિક નવી વિદેશી લોનની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન જવાના હતા. પરંતુ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular