મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. અહેવાલ મળ્યા છે કે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર ફરીવાર ગુમ થઈ ગયા છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે તેમણે તમામ સત્તાવાર કાર્યક્રમ પણ રદ કરી દીધા છે. જોકે પાર્ટી વતી આ મામલે હજુ કોઈ ટિપ્પણી કરાઈ નથી અને એવી માહિતી અપાઈ કે તે પૂણેમાં જ છે.
ખાસ વાત એ છે કે 2019માં પણ અજિત પવારે ભાજપ સાથે જોડાઈને દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. એક મીડિયાના અહેવાલો અનુસાર અજિતે શુક્રવાર અને શનિવારે પૂણેમાં થનારા તમામ કાર્યક્રમ રદ કરીદીધા છે. આ ઉપરાંત એવા કયાસો લગાવાઈ રહ્યા છે કે તે એનસીપીના અમુક ધારાસભ્યો સાથે સંપર્કવિહોણા થઈ ગયા છે.
રિપોર્ટ અનુસાર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સાથે પાર્ટીના અનેક ધારાસભ્યો ગુમ છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે અજિત પવાર તરફથી આપવામાં આવેલા તાજેતરના ઈન્ટરવ્યૂ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના અયોધ્યા પ્રવાસ બાદ અટકળોનો દોર શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે તે મહાવિકાસ અઘાડીની સરકારમાં પણ ઉપમુખ્યમંત્રી પદે હતા.