આગામી તા. 9/4/2023ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોના આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
તા.9 એપ્રિલના રોજ બપોરના 12:00 કલાકથી 14:00 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ કરવો નહી. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, ફરજ ઉપર હોય તેવા અધિકારી કે કર્મચારીને, પરિક્ષાર્થીને, પરીક્ષા કેન્દ્ર ઉપર ફરજ પર હોય તેવા શૈક્ષણિક સ્ટાફને, પોલીસ વિભાગ, ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળે અધિકૃત કરેલ અધિકારીને પરવાનગી આપેલ હોય તે વ્યક્તિને લાગુ પડશે નહિ. ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર થશે.