Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લાની બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમ દ્વારા સરાહનિય કામગીરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમ દ્વારા સરાહનિય કામગીરી

- Advertisement -

ઓખા નજીકના દરિયામાં સિંગાપુરથી આવેલ શિપમાં કામ કરી રહેલા અધિકારી સાથે દુર્ઘટના સર્જાતા મધદરિયે સારવારની જરૂર પડી હતી. આથી ઓખા બોટ એમ્બ્યુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેથી ઓખામાં ફરજ પર રહેલી બોટ એમ્બ્યુલન્સ 108ની ટીમ દરિયામાં 12 માઈલનું અંતર કાપી તત્કાલ સારવાર માટે દોડી ગઈ. પગમાં ફ્રેકચરની ઈજાઓ પામેલા અધિકારીને ઓખા બોટ એમ્બ્યુલન્સ 108 ના ઈ.એમ.ટી. કેતનભાઈ બકોત્રા દ્વારા સમયસર સારવાર આપી, કામગીરી કરવામાં આવી હતી. બાદમાં જરૂરી સારવાર પછી સમયસર મીઠાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવેલી આ ઉત્તમ કામગીરીનો વધુ એક કિસ્સાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular