Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી જામનગરની અદાલતમાં હાજર થયા

ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી જામનગરની અદાલતમાં હાજર થયા

ચેક પરત ફરવાના કેસમાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું : કુલ રૂા. 1 કરોડના ચેક પરત ફરતાં જામનગરના ઉદ્યોગપતિએ કરી છે ફરિયાદ

- Advertisement -

ચેક પરત ફરવાના કેસમાં બોલિવુડના ફિલ્મફેર એવોર્ડ વિજેતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામનગરની અદાલતમાં નિવેદન આપવા માટે હાજર થવાની ફરજ પડી છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવેલા ચેક પરત ફરવા અંગેના કેસમાં રાજકુમાર સંતોષી આજે જામનગરની અદાલત સમક્ષ હાજર થયા હતાં.

- Advertisement -

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શિપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ એચ.લાલને ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી કે જે ધાયલ, ધાતક, દામીની જેવી હીટ ફીલ્મો બનાવેલ છે તેની સાથે મિત્રતા થતા અશોકભાઈ એ રાજકુમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂરત પડતા રૂપિયા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા. જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષી એ રૂ. 10,00,000 દસ ચેક આપેલા હતા. જે ચેક નકકી કરેલ સમય મર્યાદામાં ફરીયાદીએ બેંકમાં ડીપોઝીટ કરતા તમામ ચેક ફંડસ અપર્યાપ્તના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના વકિલ પીયુષ વી. ભોજાણી દ્વારા ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ તથા વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરવા બદલ આઈ.પી.સી. 408 તથા 420 મુજબ લીગલ નોટીસ ફટકારેલ તેમ છતાં આરોપી દ્વારા કોઈ રકમ ચુકવવામાં ન આવતાના છુટકે ફરીયાદીએ પોતાના કુલ મુખત્યાર દ્વારા જામનગરની કોર્ટમાં સને 2017ની સાલમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે ચેક જે શહેરની બ્રાંચમાંથી આપવામાં આવેલ હોય તે જ શહેરમાં તે ચેક રીટર્નની ફરીયાદ દાખલ થઈ શકે તેવો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા આરોપીએ પોતાની વિરૂધ્ધ દાખલ થયેલા તમામ કેસો મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરેલ. જેની સામે ફરીયાદીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં જ આ કેસ ચલાવવા બાબતે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી. જે રીવીઝન અરજી ચાલતી હતી તે દરમ્યાન સરકાર દ્વારા જે ચેક જે શહેરનો હોય ત્યાં જ તે ચેક રીર્ટનની ફરીયાદ થઈ શકે તેવો અગાઉનો પરિપત્ર રદ કરતા જામનગરની સેશન્સ કોર્ટ દ્વારા રાજકુમાર સંતોષી વિરૂધ્ધના તમામ કેસો જામનગરની અદાલતમાં ચલાવવા હુકમ ફરમાવવાં આવ્યો હતો.

જેથી રાજકુમાર સંતોષી વિરૂધ્ધ તમામ કેસોમાં કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલ. જે તમામ કેસોમાં રાજકુમાર સંતોષી એક મોટી સેલીબ્રીટી હોય પોતાની વગનો ઉપયોગ કરી સમન્સ યેનકેન પ્રકારે બજવા દેતા નહિ. જેથી ફરીયાદીના વકિલ દ્વારા જામનગરની કોર્ટમાં મુંબઈ પોલીસ કમિશ્નરનો આ બાબતનો ખુલાસો પુછવામાં આવતા મુંબઈ પોલીસ દ્વારા થોડા કેસોમાં સમન્સ બજાવી આપવામાં આવ્યો હતો. જે સમન્સ બજયા પછી પણ આરોપી જામનગર કોર્ટમાં હાજર ન થતા ફરીયાદીના વકિલ દ્વારા આરોપી સાથે જે કેસોમાં સમન્સ બજી ગયેલ છે તે કેસોમાં આરોપી વિરૂધ્ધ બેઈલેબલ વોરંટ ઈસ્યુ કરવા અરજી કરવામાં આવી. તેમ છતા આરોપી તે વોરંટ પણ યેનકેન પ્રકારે બજવા દેતા ન હોય ફરીયાદીના વકિલ દ્વારા મુંબઈ જુહુ પોલીસ સ્ટેશનમાં આ વોરંટ બજાવી દેવા અવાર નવાર રજુઆતો કર્યા બાદ જુહુ પોલીસ દ્વારા રાજકુમાર સંતોષી વિરૂધ્ધ બેઈલેબલ વોરંટ બજાવવામાં આવેલ. આમ, લાંબા કાનુની જંગબાદ રાજકુમાર સંતોષીને કાયદાનું ભાન થયેલ અને જામનગરની કોર્ટમાં તેની વિરૂધ્ધ ચાલતા તમામ કેસોમાં હાજર થયેલ અને જામનગર કોર્ટ દ્વારા તેની વિરૂધ્ધના તમામ કેસોમાં રૂપિયા પંદર-પંદર હજારના જામીન લઈ અને તેની પ્લી લઈ તેની વિરૂધ્ધના તમામ કેસો ચાલી જતા રાજકુમાર સંતોષી એ પોતાને તમામ કેસોમાં ડીસ્ચાર્જ કરવા માટે અગાઉ અરજીઓ આપેલી જે તમામ અરજીઓ અદાલતે રદ કરી રાજકુમાર સંતોષીને કાનુની લપડાપ આપી હતી અને આ તમામ ફરિયાદો ચાલી જતા રાજકુમાર સંતોષી ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે જામનગરના જજ એ.ડી. રાવ કોર્ટમાં હાજર થયેલ છે.
આ કેશમાં ફરીયાદી તરફે ભોજાણી એસોસિએટ્સના યુવાન ધારાશાસ્ત્રી પિયુષ વિ. ભોજાણી, ભાવિન વિ. ભોજાણી, ભાવીન જે. રાજદેવ, કિશોર ડી ભટ્ટ, પ્રકાશ બી. કંટારીયા અને સચિન યુ. જોશી. અર્શ વાય. કસમાંણી રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular