જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને 120 માઈક્રોન સુધીના પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના ભાગરૂપે ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 17 જેટલા ધંધાર્થીઓ પાસેથી 12 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂા.9000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.