તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા મુળ જામનગરના વતની સલીમ દુરાનીનું નિધન થયું હતું. આજરોજ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલા ખાતે સ્વ. સલીમ દુરાનીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલા ખાતે અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સ્વ. સલીમ દુરાનીની શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા, ઉપપ્રમુખ વિનુભાઇ ધ્રુવ, સેક્રેટરી મહેન્દ્રસિંહ ચૌહાણ, ટ્રેઝરર જયેશભાઇ કટારિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ માડમ, ભાજપ અગ્રણી મનહરભાઇ ત્રિવેદી, લોહાણ સમાજ પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના મહાનુભાવો ઉપરાંત જામનગરના ક્રિકેટ પ્રેમીઓ, ખેલાડીઓ તથા નગરજનો ઉપસ્થિત રહી સ્વ. સલીમ દુરાનીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.