Wednesday, December 25, 2024
Homeવિડિઓધ્રોલમાં હત્યા નિપજાવેલી મૃતકની સ્ટોરી સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી - VIDEO

ધ્રોલમાં હત્યા નિપજાવેલી મૃતકની સ્ટોરી સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી – VIDEO

હત્યારાએ આપી એક પછી એક હકીકત : હત્યારાના મોટાભાઇએ થોડા વર્ષો અગાઉ કરી આત્મહત્યા

- Advertisement -

ધ્રોલ ગામમાં ગરેડિયા રોડ પર આવેલા આંબેડકરનગર સોસાયટીમાં રહેતાં પતિએ તેની પત્ની ઉપર પ્રેમ સંબંધ સંદર્ભે શંકા-કુશંકા કરી બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીનું ગળે ચૂંદડી વડે ટૂંકો આપી હત્યા નિપજાવી લાશને રેંકડીમાં ઘરે લઇ જઇ સેફટીના ખાડામાં દાટી દીધાના બનાવમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવમાં મળતી વિગત મુજબ, ધ્રોલ ગામમાં ગરેડિયા રોડ પર આવેલા આંબેડકરનગર સોસાયટીમાં રહેતી સોનલબેન મનસુખ ખાંભુ (ઉ.વ.27) નામની યુવતીનો તેણીની માતા જશુબેન મકવાણા દ્વારા ફોન પર સંપર્ક કરવામાં આવતા સંપર્ક ન થવાથી માતાને પુત્રી સાથે કંઈક અઘટિત બન્યું હોવાની જાણ થતા તેણીએ ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા પીએસઆઈ પી.જી.પનારા સહિતના સ્ટાફે સોનલની શોધખોળ માટે તેણીના જ પતિ મનસુખ ખાંભુ ઉપર વોચ રાખી અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા મનસુખ ભાંગી પડયો હતો અને તેને જ તેની પત્ની સોનલની ઈંટોના ભઠ્ઠા પાસેની ઓરડીમાં લઇ જઇ ચૂંદડી વડે ગળેફાંસો આપી હત્યા નિપજાવી હતી અને લાશને રેંકડીમાં ઘરે લઇ જઈ ઘર પાસે સેફટીના ખાડામાં દાટી દીધી હોવાની કેફીયત આપતા પોલીસે મનસુખની ધરપકડ કરી હતી.

- Advertisement -

પોલીસની પૂછપરછમાં સોનલબેન વર્ષો અગાઉ રાજકોટમાં એક યુવાન સાથે લગ્ન કર્યા વગર રહેતા હતા અને તે દરમિયાન તેમને એક સંતાન થયું હતું. ત્યારબાદ સોનલે મનસુખના મોટાભાઈ સાથે રહેવા લાગી હતી અને તે દરમિયાન પણ તેમને એક સંતાન થયું હતું. દરમિયાન સોનલને મનસુખ સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો જે અંગેની જાણ મનસુખના મોટાભાઈને થઈ જતાં તેણે બંનેને આમ ન કરવા વિનંતી કરી હતી પરંતુ તેમ છતાં મનસુખ અને સોનલ વચ્ચે પ્રેમસંબંધ ચાલુ રહ્યો હતો. જેથી મનસુખના મોટાભાઈએ આશરે આઠ વર્ષ અગાઉ મોરબીમાં આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. ત્યારબાદથી સોનલ અને મનસુખ સાથે રહેતાં હતા તેમને પણ દિકરી રૂપે એક સંતાન થયું હતું. દરમિયાન સોનલને રાજકોટમાં રહેતાં એક ‘કાકા’ નામના યુવાન સાથે પ્રેમ થઈ જતાં તેણીને રાજકોટ ‘કાકા’ના સાથે રહેવા જવું હતું જે અંગેની જાણ મનસુખને થઈ જતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મનસુખે 1લી એપ્રિલના રોજ ઈંટોના ભઠ્ઠા પાસેની ઓરડીમાં લઇ જઇ સોનલને ગળેફાંસો આપી હત્યા નિપજાવી અને લાશને રેંકડીમાં ઘર પાસે લઇ આવી સેફટીના ખાડામાં દાટી દીધી હતી.

ત્યારબાદ પોલીસે એસડીએમની હાજરીમાં મનસુખના ઘર પાસે સેફટીના ખાડામાંથી સોનલનો મૃતદેહ બહાર કાઢી પેનલ પીએમ કરાવી મૃતકની માતા જશુબેનના નિવેદનના આધારે મનસુખ વિરૂધ્ધ હત્યા અને પુરાવાનો નાશ કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular