Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : અહિંસાનો મંત્ર આપનાર ભગવાન મહાવીરનો 2622મો જન્મકલ્યાણ

Video : અહિંસાનો મંત્ર આપનાર ભગવાન મહાવીરનો 2622મો જન્મકલ્યાણ

- Advertisement -

વિશ્વને અહિંસાનો મંત્ર આપનાર, વિશ્ર્વના ભગવાન મહાવીરનો આજે જન્મ કલ્યાણક છે. ત્યારે જામનગર શહેરના તમામ દેરાસરોમાં શણગાર કરવામાં આવ્યો છે. પેલેસ દેરાસરમાં આવેલા મુળનાયક ભગવાન મહાવીરની પૂજા કરવા માટે સવારથી લાઇનો લાગી ગઇ છે.

- Advertisement -

સવારે ભક્તામર સ્ત્રોત ભણાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ સ્નાત્રપૂજા તથા ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના શેઠજી દેરાસર જિનાલય, ચાંદીબજારથી ભગવાનની રથયાત્રા સવારે 7:30 કલાકે કાઢવામાં આવી હતી. પ.પૂ. પ્રેમ-ભુવનભાનુસુરિશ્ર્વરજી મ.સા. સમુદાયના રાજપ્રતિબોધક પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદરસુરિશ્ર્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પન્યાસ પ્રવર હિંમકારસુંદરવિજયજી મ.સા. આદી ઠાણાની નિશ્રામાં શહેરના ચાંદીબજારથી માંડવીટાવર, સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વરટાવર, બેડીગેઇટ, સજુબા સ્કૂલ થઇ ચાંદીબજારમાં શેઠજી દેરાસરે પૂર્ણ થયેલ હતી. રથયાત્રામાં ભગવાનનો રથ તથા સાધુ-સાધ્વી મહારાજસાહેબનો તથા જૈન ભાઇઓ, બહેનો, બાળકો જોડાયા હતાં. ભગવાનનો રથ ખેંચવા માટે જૈન ભાઇઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. જેમાં બહેનો ભગવાન મહાવીરસ્વામીના માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નો લઇને રથયાત્રામાં જોડાયા હતાં. આજે બપોરે શેઠજી દેરાસર તથા પેલેસ દેરાસરમાં જન્મ કલ્યાણક પૂજા ભણાવવામાં આવશે. સાંજે 5 વાગ્યા બાદ ભગવાનને આંગીનો શણગાર, પારણાનો શણગાર કરી લોકો દર્શનનો લાભ લેશે. ત્યારબાદ રાત્રીના 8:30 કલાકે શેઠજી દેરાસરમાં ભાવના ભણાવવામાં આવશે. ઉપરાંત પેલેસ દેરાસરના પટાંગણમાં શહેરના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી ભાવના ભણાવવામાં આવશે. ભાવના બાદ 108 દિવાની આરતી ઉતારવામાં આવશે. ભાવના દરમિયાન આરતી તથા મંગલ દિવાના ઘીની ઉછામણી બોલવામાં આવશે. જિનાલયોને રોશનીથી શણગારવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular