વડોદરામાં ગુજરાતની તમામ મહાનગરપાલિકાની મેયર ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે, જે ક્રિકેટ મેચ દરમિયાન આજે અમદાવાદ અને જુનાગઢ ની ટીમ વચ્ચે રમાઈ રહેલી મેચ પહેલાં જામનગરના વતની અને ભારતના ખ્યાતનામ ક્રિકેટરા દિવંગત સલીમ દુરાનીને બે મિનિટનું મોંન પાડીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી, અને ભારતીય ક્રિકેટરને યાદ કરાયા હતા.
અમદાવાદ અને જુનાગઢ ટીમના મેયર જામનગરના ૭૯- વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, તથા જામનગર મહાનગરપાલિકાના મેયર તથા અન્ય કોર્પોરેટરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ વગેરેએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી