Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધી નવાનગર કો-ઓપરેટિવ બેંકનો ગ્રોસ નફો રૂા. 25 કરોડને પાર

ધી નવાનગર કો-ઓપરેટિવ બેંકનો ગ્રોસ નફો રૂા. 25 કરોડને પાર

જામનગરની પ્રતિષ્ઠિત બેંકે વિશ્ર્વમાં મહામારી-યુધ્ધ વચ્ચે પણ નફો વધાર્યો : ડિરેકટર્સ-સ્ટાફ-સભાસદોના સહિયારા પ્રયાસથી બેંકને સફળતા : બેંકની નેટ એનપીએ ‘0’

- Advertisement -

હાલમાં ત્રણ વર્ષથી કોરોના મહામારી તથા યૂક્રેન-રશિયા યુુધ્ધ વગેરે આકસ્મિક કારણોસર વિશ્ર્વમાં મંદીનું મોજુ ફેલાયેલું નજરે પડી રહ્યું હતું. ત્યારે જામનગર શહેરની પ્રતિષ્ઠિત ધી નવાનગર કો-ઓપરેટિવ બેંકે ડિરેકટર્સ, સ્ટાફના સહિયારા પ્રયાસોથી ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક રૂા. 25 કરોડનો ગ્રોસ નફો પાર કરી દીધો હતો.

- Advertisement -

જામનગર શહેરની પ્રતિષ્ઠિત નવાનગર કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા સ્ટાફના સંયુક્ત પ્રયાસથી તેમજ સભાસદો, ખાતેદારોના બેંક ઉપર વિશ્ર્વાસના લીધે બેંકે અત્યાર સુધીનો સૌથી વધારે રૂા. 25 કરોડનો ગ્રોસ નફો પાર કરી દીધો છે. હાલમાં વૈશ્ર્વિક મહામારી અને યૂક્રેન-રશિયા યુધ્ધના કારણે મંદીના સમયમાં પણ ગ્રાહકોએ તથા સભાસદોએ બેંકના મેનેજમેન્ટ તથા સ્ટાફ ઉપર ભરોસો મૂકી ડિપોઝિટ તથા ધિરાણ જાળવી રાખવામાં સહયોગ આપ્યો હતો. તેમજ નેટ એનપીએ ‘0’ જાળવી રાખી હતી. બેંકના ચેરમેન કિરણભાઇ માધવાણી, વાઇસ ચેરમેન ધિજરલાલ કનખરા, મેનેજિંગ ડાયરેકટર રમણિકભાઇ શાહ તથા જોઇન્ટ મેનેજિંગ ડાયરેકટર હિતેષભાઇ પરમારની આગેવાનીમાં સમગ્ર બોર્ડ તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular