છોટીકાશીમાં રામનવમીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ-જામનગર દ્વારા સમગ્ર રઘુવંશી સમાજના જ્ઞાતિ ભોજનનું આયોજન શહેરના અયોધ્યાનગરી, એમ.પી. શાહ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. શ્રી રામ ભગવાનની આરતી, બ્રહ્મ ભોજન અને જ્ઞાતિ ભોજનના કાર્યક્રમો યોજાયા હતા.
આ તકે રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ મોદી, રાજુભાઇ હિંડોચા, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, અતુલભાઇ પોપટ, રાજુભાઇ કોટેચા, મનિષભાઇ તન્ના, અનિલભાઇ ગોકાણ નિલેશભાઇ ઠકરાર, મધુભાઇ પાબારી, રાજુભાઇ મારફતિયા દ્વારા હસમુખભાઇ હિંડોચા, વિપુલભાઇ કોટક, મુકેશભાઇ દાસાણી, નિરજભાઇ દત્તાણી, અશોકભાઇ લાલ, ચેતનભાઇ માધવાણી, મિતેષભાઇ લાલ, ભરતભાઇ સુખપરિયાનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આમ રઘુવંશી સમાજના 25 થી 30 હજાર લોકોએ રામનવમીના પારણાની નાત જમણનો લાભ લીધો હતો.