Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતમાધવપુર મેળા માટે 70 બસ દોડાવશે એસટી વિભાગ

માધવપુર મેળા માટે 70 બસ દોડાવશે એસટી વિભાગ

પોરબંદરના માધવપુરઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય મેળાનો ચૈત્રસુદનવમી, 30મી માર્ચ થી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળો પૂર્વ અને પશ્ર્ચિમની સંસ્કૃતિના સંગમ અને એક ભારત અને શ્રેષ્ઠ ભારતના પ્રતિક સમાન છે, ત્યારે રાજકોટ જિલ્લાના શ્રદ્ધાળુઓને આરાષ્ટ્રીય મેળામાં નિ:શુલ્ક લઈ જવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ 70 બસોની વ્યવસ્થા કરી છે. પહેલી એપ્રિલે સવારે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માધવપુરજવા માટે આ બસો ઉપડશે.

- Advertisement -

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના જણાવ્યા પ્રમાણે, મેળામાં શ્રદ્ધાળુઓને લઈ જવા રાજકોટ શહેરને 10બસો, ગોંડલ પ્રાંતને 14બસો, જેતપુર પ્રાંતને 18 બસો, ધોરાજી-ઉપલેટા તેમજ જામકંડોરણા માટે 28 બસો ફાળવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular