જામજોધપુરમાં ગઇકાલે રામનવમી નિમિત્તે ગાયત્રી મંદિરેથી શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં યુવાનો બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં જોડાયા હતાં. શ્રી રામના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર આ શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું. આ શોભાયાત્રામાં શહેરના ભુવાઆતા, નારણઆતા રબારી, વેપારી અગ્રણી નરેન્દ્રભાઇ કડીવાર, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કેતનભાઇ કડીવાર, બજરંગ દળના પ્રમુખ વિરાભાઇ વાઢેર, પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટ, મહિલા અગ્રણી હેપીબેન ભાલોડીયા, તારાબેન વડાલીયા, વિજયાબેન કડીવાર, દર્શનાબેન કડીવાર, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા સહિત વિવિધ સમાજના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.