અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાશે. ઉપરોક્ત નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગ અથવા તેમના વાલીએ પોતાનું નામ અને તેમની વિકલાંગતાની વિગત સાથે આગામી તા. 01 એપ્રિલ સુધીમાં દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ, જામનગરના સેક્રેટરી રિયાબેન ચિતારા (મો. નંબર 9484772277) પાસે નોંધણી કરાવવાની રહેશે.
આ શિબિર આગામી તા. 02 એપ્રિલના રોજ સવારે 10:00 થી 12: 00 કલાક દરમિયાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, રણજીત સાગર રોડ, ગ્રીન સીટી રોડ નં. 1, નવાનગર બેન્ક પાછળ, જામનગર ખાતે યોજાશે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.