જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચને વિશ્ર્વામાં લઇ તેમની પત્નિ અને પુત્રની બિમારીઓ દૂર કરવાના બહાને સાધુના સ્વાગંમાં આવેલાં ઠગ ઠોળકી એ રૂા. 87 લાખની રોકડ અને 84 તોલા સોનાના દાગીના મળી કુલ રૂા. 1.28 કરોડની વિશ્ર્વાસાઘાત અને છેતરપિંડીના બનાવમાં એલસીબીની ટીમે 4 મદારીઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 1.19 કરોડની રોકડ અને માલમતા કબજે કરી પૂછપરછ હાથ ધરતાં ઝડપાયેલી મદારી ગેંગે જામજોધપુર ઉપરાંત સૌરાષ્ટના જુદા-જુદા શહેરોમાં 15 થી વધુ ગુન્હાઓ આચર્યા હોવાની કેફિયત આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચ રમેશ હંસરાજભાઇ કાલરિયા નામના વ્યકિત પાસે સાધુના સ્વાંગમા આવેલા 4 શખ્સોએ સરપંચની પત્ની અને પુત્રની બિમારી દુર કરવા માટે વિશ્રવાસમાં લઇ ધૂપ દીવા કરી બિમારી દૂર થઇ જશે. તેમજ નાણાં ચમત્કાર બતાવી ડબલ કરી દેવાની લાલચ આપી સરપંચને વિશ્ર્વાસમાં લીધા હતા ત્યારબાદ ગત 9 ફેબ્રુઆરી 26 માર્ચ સુધીના સમય દરમ્યાન આ 4 શખ્સોએ સરપંચ પાસેથી રૂા. 87 લાખ 14 હજાર રોકડા અને 84 તોલાના સોનાના દાગીના મળી કુલ રૂા. 1,28,71,500ની માલમતાની છેતરપિંડી અને લૂંટ આચરી ધમકી આપી હતી.
આ બનાવમાં સાધુના સ્વાગંમાં આવેલી ઠગ ટોળકી અંગેની પીએસઆઇ આર.કે. કરમટા તથા સ્ટાફના સંજ્યસિંહવાળા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમ્યાન લાલપુર તરફથી જામનગર આવી રહેલી જી.જે. 13 એ.આર. 7675 નંબરની ઇકો કારને દરેડમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે આંતરી ચાર શખ્સોની અટકાયત કરી હતી.
એલસીબીની ટીમે ઝડપાયેલા મદારી ગેંગના ધારૂનાથ જવરનાથ સોલંકી, રૂમાલનાથ સુરમનાથ પરમાર, જોગનાથ કાળુનાથ પરમાર, વિજય જવરનાથ સોલંકી (મદારી રે. ભોજપરા તા. વાંકાનેર) નામના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 75 લાખ 40 હજાર રોકડા, રૂા. 41,57 હજાર પ00ની કિંમતના 892 ગ્રામ સોનાના દાગીના, રૂા. 2.50 લાખની કિંમતની ઇકો કાર , રૂા.2,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ સહિત કુલ રૂા. 1,19,50,000ની કિંમતની માલમત્તા કબજે કરી હતીે. ઝડપાયેલા મદારી ગેંગના શખ્સોની પૂછપછર હાથ ધરતાં તેઓ સાધુના ભગવા કપડાં પહેરી એક શખ્સ ગુરૂ મહારાજ બની દિગ્મ્બર અવસ્થામાં ગીંગણી ગામમાં આવ્યા હતા અને ત્યાં સરપંચને રૂદ્રાક્ષની માળા આપી પરિવારના સભ્યોને થયેલી બિમારીઓ દૂર કરવાનું બહાનું તથા કરોડો રૂપિયા ચમત્કાર બનાવી આપવા માટે વિશ્ર્વાસમાં લઇ ધાર્મિક વિધી અને ધૂપ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે અને બિમારીઓ દૂર થશે તેવી રીતે સરપંચને વિશ્ર્વાસમાં લઇ જુદા-જુદા સ્થળોએ બોલાવી ચમત્કાર બતાવી રૂા. ડબલ કરી અને એક ધૂપની શીશી આપી હતી તેમજ પતરાની પેટીમાં કરોડો રૂપિયા બનાવી આપવા માટે લાખોની રોકડ પચાવી પાડી હતી. પૈસા ન આપતાં સરપંચને માર મારીને રોકડની લૂંટ ચલાવી હોવાની મદારી ગેંગના સભ્યોએ કેફિયત આપી હતી.
એલસીબી દ્વારા પૂછપરછ દરમ્યાન આ ગેંગના વધુ બે સભ્યો બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમારની સંડોવણી હોવાની કેફિયતના આધારે એલસીબીની ટીમે આ બન્ને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેમજ ઝડપાયેલા ચારેયની પૂછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પાસે એક વર્ષ અગાઉ દોઢ લાખ અને હળવદ પાસે બે લાખ તથા લખતર વઢવાણ પાસે દોઢ લાખ પડાવ્યા હતા. તેમજ રાજકોટના આજી ડેમ ચોકડી પાસેથી ધાર્મિક વિધીના નામે 30,000 હજાર અને પાટણવાવની બાજુમાં ધાર્મિક વિધીના નામે સોનાની વીટી પડાવી હતી. ગીર સોમનાથના ઉનામાંથી ધાર્મિક વિધીના નામે પાંચ લાખ, અમરેલીના રાજુલામાંથી બે લાખ, જૂનાગઢ શહેરમાંથી દોઢ લાખ, પોરબંદરમાંથી 60,000, દિવમાંથી પાંચ લાખ, સુરતમાંથી ધાર્મિક વિધીના નામે 10 લાખ, ભૂજમાંથી 25,000 ગાંધીધામમાંથી 15,000, મોરબીમાંથી 25,000 અમરેલીના બગસરા તાલુકાના સુદવડ ગામમાંથી એક ભાઇ પાસેથી ધાર્મિક વિધીના નામે 87,પ00ની રકમ પડાવી હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે ચારેય શખ્સોના રિમાન્ડ મેળવવા તથા અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.