Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયVIDEO - ચંદ્રની નજીક પાંચ ગ્રહો એક લાઇનમાં જોવા મળ્યા : અદ્ભૂત...

VIDEO – ચંદ્રની નજીક પાંચ ગ્રહો એક લાઇનમાં જોવા મળ્યા : અદ્ભૂત નજારો

ગઇકાલે સાંજે 7:30 વાગ્યા બાદ આકાશમાં અદ્ભૂત નજારો

- Advertisement -

તા. 28 માર્ચના સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એક સાથે ચંદ્રની નજીક જોવા મળ્યા હતાં. આ ખગોળિય ઘટના પોતાનામાં જ એક અદ્ભૂત ઘટના હતી.

- Advertisement -

થોડા દિવસ પહેલા ચંદ્રની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકતો ગ્રહ જોવા મળ્યો હતો. ત્યારે લોકોએ આ દ્રશ્યને કેમેરામાં કેદ કરીને ફોટો વાયરલ કર્યા હતાં. ત્યારબાદ એવી જ એક ઘટના ગઇકાલે સૂર્યાસ્ત બાદ જોવા મળી હતી. જ્યારે એક સાથે પાંચ ગ્રહો એક લાઇનમાં દેખાયા હતાં.

- Advertisement -

ગઇકાલે સાંજે 7:30 બાદ આકાશમાં એક સાથે મંગળ, બુધ, બ્રહસ્પતિ, શુક્ર અને યુરેનસ ચંદ્રમાં એક લાઇનમાં જોવા મળ્યા હતાં. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ હવે આ ઘટના 2040માં જોવા મળશે. લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતાં. ત્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વિડીયો શેર કર્યો હતો. ચંદ્રમાની પાસે એક લાઇનમાં પાંચ ગ્રહોની આ સ્થિતિ 30 મિનિટ સુધી લોકોને નિહાળવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular