Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇશરધામ (સચાણા)માં સંત મહાત્મા ઇશરદાસજીની ઇશરનોમની ઉજવણી

ઇશરધામ (સચાણા)માં સંત મહાત્મા ઇશરદાસજીની ઇશરનોમની ઉજવણી

ભોજન-પ્રસાદ, શોભાયાત્રા, લોક ડાયરો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

- Advertisement -

આગામી તા. 30 માર્ચના રોજ ઇશરધામ (સચાણા) ખાતે સંત મહાત્મા ઇશરદાસજીની ઇશરનોમ ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઢવી પરિવારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

- Advertisement -

જામનગર તાલુકાના ઇશરધામ (સચાણા) ખાતે તા. 30 માર્ચના રોજ ચારણ (ગઢવી) સમાજના સંત મહાત્મા ઇશરદાસજીની ઇશરનોમ (રામ નવમી)ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સવારે 6:45 વાગ્યે મંગળા આરતી, બપોરે 12 વાગ્યે રામ જન્મ આરતી, બપોરે 12:30 વાગ્યે તથા રાત્રે 8 વાગ્યે ભોજન-પ્રસાદ, બપોરે 3:30 વાગ્યે શોભાયાત્રા, સાંજે 4 વાગ્યે હરિરસના પાઠ, સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતી તેમજ રાત્રે 8:45 વાગ્યે પ્રખર ભજનિક સ્વ. શક્તિદાન ગઢવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉ5રાંત રાત્રે 8 વાગ્યે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિધ્ધ કલાકારો હકાભા ગઢવી, બ્રિજરાજ ગઢવી, યુવરાજ જયદેવ ગઢવી, પ્રદિપદાન ગઢવી, સાગરદાન ગઢવી, રાજુભાઇ ગઢવી, અભિષેક ગઢવી, જગદીશદાન ગઢવી, ગોવિંદભાઇ ગઢવી તેમજ અનવરમિર દ્વારા સાહિત્ય રસ તથા સંતવાણી પિરસવામાં આવશે. આ તકે સમગ્ર ભોજન-પ્રસાદના દાતા ડો. અશ્ર્વિનભાઇ ગઢવી ઉપસ્થિત રહેશે. તેમજ મુળુભાઇ નારણભાઇ ભાન અને ડો. અશ્ર્વિનભાઇ ગઢવીનું સન્માન કરવામાં આવશે. વર્ષ 1984થી આ સંત-મહાત્મા ઇશરદાસજી સમિતિ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. ત્યારે સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા સમસ્ત ઇશરધામ પરિવાર સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular