સ્થાનકવાસી જૈનોની શાશ્ર્વતી આયંબિલની ઓળી આજથી શરૂ થઇ ગઇ છે. દેરાવાસી જૈનોની આયંબિલની ઓળી આવતીકાલથી શરૂ થશે.
જામનગર શહેરમાં લોકાગચ્છની વાડી, તેજપ્રકાશ સોસાયટી આયંબિલ ભુવન વગેરે સ્થળોએ સ્થાનકવાસી જૈનો માટે આજથી આયંબિલ કરાવવામાં આવશે. ઉપરાંત શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા આવતીકાલથી અમૃતવાડીમાં કરાવવામાં આવશે. શહેરના સ્થાનકવાસી ઉપાશ્રય તથા દેરાવાસી ઉપાશ્રયોમાં મહારાજ સાહેબો તથા સ્વામી આયંબિલની નવ પદના તપનો મહિમા વર્ણવશે તથા નવ દિવસ આયંબિલ કરનાર લોકો વિધિ સહિત કરશે. શહેરમાં દરરોજ ઉપાશ્રયોમાં આયંબિલની ઓળી દરમિયાન સાંજે પ્રતિકમણ કરાવાશે. આયંબિલની ઓળીમાં એક ટાઇમ જમવાનું જેમાં મરચા, તેલ, ઘી, લીલોતરી શાકભાજી વગરનું બાફેલુ ખાવાનું હોય છે. જે જૈનો મોટી સંખ્યામાં કરતાં હોય છે. જે એક વૈજ્ઞાનિક કારણ પણ છેે. બિમારી આવતી નથી. આવતીકાલથી પેલેસ આયંબિલ ભુવન, શંખેશ્ર્વરપાર્શ્ર્વનાથ આરાધના ભુવન વગેરે સ્થળોએ શાશ્ર્વતિ આયંબિલની ઓળી કરાવવામાં આવશે. આ આયંબિલની ઓળી દરમિયાન દરવર્ષની જેમ ચૈત્ર સુદ 13ના રોજ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવશે. જે અંતર્ગત શહેરના જન્મ કલ્યાણક પૂજા તથા જિનાલયોમાં રાત્રીના ભગવાનને આંગી કરવામાં આવશે અને ભાવના ભણાવવામાં આવશે.