આરટીઇ હેઠળ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ન મળતાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા આજરોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું.
વર્ષ 2017-18થી 2023 સુધી આરટીઇ યોજના હેઠળ અભ્યાસ કરતાં 48 વિદ્યાર્થીઓને મળવાપાત્ર રૂા. 3000ની ગ્રાન્ટ મળતી ન હતી. જે અંગે યુવક કોંગ્રેસ અને જામનગર એનએસયુઆઇ દ્વારા ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે તેમજ પીએમ ગ્રી-વન્સ સેલમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં હજૂ સુધી પ્રશ્ર્નનું નિવારણ ન આવતાં આજરોજ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી ધરણા કરવામાં આવ્યા હતાં.
જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ જામનગર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા તથા 78-વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ જેઠવા સહિતના હોદ્ેદારો-કાર્યકરો દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.