એર ઈન્ડીયાની સેવામાં ફેરફારો થઈ રહ્યા છે. માલીકી ટાટા પાસે આવી ચૂકી છે. ત્યારે લાંબા રૂટની ફલાઈટોને લઇને ઘણાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં એનઆરરાઈને ગુડન્યૂઝ મળ્યા છે. 4 લાંબા રૂટ પર એર ઈન્ડીયા એકસ ડેલ્ટા B777-200LR વિમાનનો ઉપયોગ કરી સુવિધાઓમાં ધરખમ ફેરફાર કર્યા છે. આ સુવિધાની શરૂઆત 15 એપ્રિલથી કરવામાં આવશે. જ્યારે મુસાફરોને પર્સનલ કેબિનની સુવિધા મળશે. જેથી આરામ અને પ્રાઇવસી માટે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
જેમાં બેંગ્લોરથી સાન ફાન્સિસ્કો, મુંબઇથી સાન ફ્રાન્સિકો, મુંબઇથી ન્યુયોર્ક જેઅફકે અને મુંબઇથી ન્યુજર્સી વચ્ચેની ફલાઈટોના સંચાલન મળી શકે છે.