જામનગરમાં રહેતો અને જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ધરારનગરમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કચ્છ-ભુજના જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એકટ કલમ 8 (સી), 20 (બી), 29 મુજબ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી અંગેની હેકો અરજણ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, રમેશ ચાવડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા ધરારનગર વિસ્તારમાં અલતાફ નઝાર મામદ સફીયા નામના શખ્સને સઈદી હોટલ પાસેથી દબોચી લઇ સિટી બી ડીવીઝનને સોંપ્યા બાદ જખૌ મરીન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.