જામનગરમાં 23 માર્ચ નિમિત્તે શહીદ દિવસે ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા કાર્યક્રમ યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્ર્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમભાઈ પીલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઇ રાજાણી, માતૃશક્તિ સયોજિકા હીનાબેન અગ્રાવત, બજરંગદલ ના સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, દુર્ગાવાહિનીના સંયોજિકા કૃપાબેન લાલ, ગ્રામ્ય મહિલા વિભાગના સહમંત્રી પ્રફુલાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી તિલક ચોક એટલે કે, હવાઈ ચોક વિસ્તાર માં આવેલ સહિત ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહિદ દિવસની ઉજવણી કરી હતી.