શહિદ દિવસ નિમિત્તે આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા હવાઇ ચોક ખાતે આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા ધવલ નંદા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, કોંગ્રેસ અગ્રણી સાઝિદ બ્લોચ સહિતના કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.