Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશહિદ દિને શહેર ભાજપ દ્વારા ભગતસિંહની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ - VIDEO

શહિદ દિને શહેર ભાજપ દ્વારા ભગતસિંહની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ – VIDEO

આજરોજ 23 માર્ચ એટલે કે, શહિદ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર યુવા મોરચા દ્વારા વિર શહિદ ભગતસિંહને પૂષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે તેમણે પોતાના જીવન ખપાવી દીધું તેવા ભારત માતાના વિર સપૂત ભગતસિંહને શહિદ દિવસ નિમિત્તે જામનગર શહેરના હવાઇ ચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંમભણીયા કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, જયેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, જયરાજસિંહ જાડેજા, જામનગર શહેર યુવા ભાજપા મહામંત્રી ચિંતનભાઈ ચોવટીયા ઉપરાંત શહેર ભાજપના ભાવિષાબેન ધોળકીયા, હાલાર માજી સૈનિક મંડળના ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular