Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલૂંટ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

લૂંટ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

- Advertisement -

રોકડ રકમ અને આધારકાર્ડ લૂંટની ઘટનાના આરોપીની જામીન અરજી જામનગરની સેશન્સ અદાલતે ફગાવી દીધી છે.
ઉપરોકત કેસની હકીકત એવા પ્રકારની છે કે આ કામના આરોપી યુવરાજસિંહ સહદેવસિંહ જાડેજા દ્વારા ફરીયાદીનો પુત્ર ગ્રાહકને દૂધ આપીને રાત્રે પોણા નવ વાગ્યે પરત આવતો હતો ત્યારે આરોપી દ્વારા ફરીયાદીના પત્રના ખિસ્સામાંથી રૂ. 5ર00 રોકડા અને આધારકાર્ડ બન્ને લૂટી લીધેલ જેથી ફરીયાદીની ફરીયાદ ઉપરથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી યુવરાજસિંહ સહદેવસિંહ જાડેજા વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 392 અન્વયેની ફરીયાદ નોંધી આરોપીને પકડી મુદામાલ આરોપી પાસેથી કબજે લીધેલ અને કોર્ટે આરોપીને જેલ હવાલે કરતાં આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી અને પોતાને જામીન ઉપર મુકત કરવા માટે પોતાના વકીલ મારફત સેશન્સ કોર્ટમાં દલીલો કરેલ કે આરોપી વિરૂધ્ધ મોત કે આજીવન સજાને પાત્ર કોઈ ગુનો નથી મુદામાલ રીકવર થઈ ગયેલ છે, આરોપી નિર્દોષ છે જેની સામે સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈને એવી દલીલો કરેલ કે આ કામનાં આરોપીનો ડાયરેકટ રોલ છે. જો આરોપીને જામીન ઉપર છોડવામાં આવશે તો તે આવા પ્રકારનાં ગુનાઓ કરશે તેવી દહેશત છે. તેમજ આ ફરીયાદીનો પુત્ર નિર્મળ ફકત 13 વર્ષનો હોય જેથી આ આરોપીની જામીન ઉપર મુકત કરવો જોઈએ નહી તેવી દલીલો કરતાં સેશન્સ જજ એમ.આર.ચૌધરી દ્વારા આરોપી યુવરાજસિંહ સહદેવ જાડેજાની જામીન અરજી રદ કરેલ છે. ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular