અફઘાનિસ્તાનમાં મંગળવારે રાત્રે આવેલાં 6.8 ત્રિવતાના શકિતશાળી ભૂકંપની અસર છેક ભારત સુધી વર્તાઇ છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં આ ભૂકંપે ભારે નુકસાન પહોંચાડયું છે. પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ, પેશાવર, જેલમ, મુલતાન, સ્વાત સહિતના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર ઝાટકા અનુભવાયા હતા જેને કારણે કેટલાક મકાનો ધરાશાયી થઇ જતાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું હતું. ભૂકંપના કારણે જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ દિલ્હીના શકરપુર વિસ્તારમાં એક ઈમારત ઝૂકી જવાની માહિતી છે. ભારત, અફઘાનિસ્તાન, પાક., કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કલાફગનમાં હતું.