ગુજરાત બોર્ડ દ્વારા જામનગર સહિત રાજયભરમાં ધો. 10 અને 12 પરીક્ષા યોજાઇ રહી છે જેમાં આજે સવારે ધો. 10માં વિજ્ઞાનનું પેપર લેવાયું હતું વિજ્ઞાનના પેપરમાં જામનગરમાં 301 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ હતા.
આજે ધો. 10માં જામનગરના પરીક્ષા કેન્દ્રમાં વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી માધ્યમમાં 13593 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે 284 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ – 13877 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમ 1887 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે 16 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને કુલ – 1903 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ ઉપરાંત હિન્દી માધ્યમમાં 101 હાજર રહ્યા હતા, અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને કુલ – 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ સંસ્કૃત મધ્યમાં વિષય વિજ્ઞાન ના કુલ 28 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહયા ન હતા.
દરેક માધ્યમ કુલ 15609 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 301 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને કુલ 15910 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આજના પેપરમાં જામનગર કેન્દ્રમાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો.