Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરની કંપનીએ થાપણકારોની લાખોની રકમ પચાવી પાડી

જામનગર શહેરની કંપનીએ થાપણકારોની લાખોની રકમ પચાવી પાડી

વ્યાજ-બોનસ-નફો-કમિશનની લાલચ આપી : દ્વારકાના મહિલા સહિત અનેક લોકો દ્વારા રોકાણ: કંપની દ્વારા રૂા.15,31,000 ની છેતરપિંડી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં એસ.ટી. ડેપો રોડ પર જુદી જુદી કંપનીઓ બનાવી ડાયરેકટરો દ્વારા થાપણકારોને લોભામણી અને લલચામણી જાહેરાતો આપી નાણાં ઉઘરાણી સમયે રોકેલા નાણા પરત નહીં આપી 15,31,800 ની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ડાયરેકટરો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ.ટી. ડેપો રોડ પર આવેલા કે.ડી. ટે્રડર્સ સેન્ટરમાં બીજા માળે 209 નંબરની ઓફિસ ધરાવતા દિનેશ સવજીભાઈ રાઠોડ તથા અન્ય શખ્સોએ એકસંપ કરી સર્વે સિધ્ધી ઈન્ફ્રા બીલટેક લિમિટેડ કંપની, સર્વે સિધ્ધી મ્યુચ્યુઅલ બેનીફીટ લિમિટેડ કંપની, અનંત શ્રી મ્યુચ્યુઅલ બેનીફીટ લિમિટેડ કંપની નામની જુદી જુદી કંપનીઓ બનાવી અને આ કંપનીમાં પાકતી મુદતી વ્યાજ, નફો, બોનસ, કમિશનના લાભો આપવાની લોભામણી-લલચામણી જાહેરાતો આપી હતી. જેમાં અસંખ્ય થાણણકારોએ પોતાની પરસેવાની કમાણીનું રોકાણ કર્યુ હતું. પાકતી મુદતે આ કંપનીઓ દ્વારા રોકેલા નાણાં પરત કરવામાં નહીં આવતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતાં કાનનબેન સુરેશભાઈ નકુમ નામના મહિલાએ તથા તેના પરિવારજનોએ આ કંપનીઓમાં રૂા.2,82,800 નું રોકાણ કર્યુ હતું.

મહિલાના પરિવારજનો તથા અન્ય લોકો દ્વારા રૂા.12,49,000 નું રોકાણ કરવામાં આવ્યું હતું. આમ આ કંપનીમાં કુલ રૂા.15,31,800 નું રોકાણ કરનાર થાપણકારોની પરસેવાની કમાણી ડાયરેકટરો દ્વારા વિશ્ર્વાસઘાત કરી પરત નહીં આપતા કાનનબેન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે કંપનીના ડાયરેકટર દિનેશ રાઠોડ તથા તેની સાથે સંકળાયેલા અન્ય ડાયરેકટરો વિરૂધ્ધ ગુજરાત થાપણકારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular