સ્વિટઝરલેન્ડના એક અત્યંત સુંદર ગામમાં લોકોને રહેવા માટે લાખો રૂપિયા ઓથોરિટી આપી રહી છે.
સ્વિટઝરલેન્ડના અલબીનેન નામના સુંદર ગામના મોટા ભાગના લોકો નજીકના શહેરોમાં રહેવા જતાં રહ્યા છે ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગામ લગભગ ખાલી પડયું છે. ત્યારે ઓથોરિટી એ આકર્ષક ઓફર આપી છે.
આ આકર્ષક ઓફરમાં આ ગામમાં રહેવા માટે ચાર જણાનો પરિવારને પ્રતિ એડલ્ટ વ્યકિતદીઠ રૂા.22,440 પાઉન્ડના એટલે કે, 22.45 લાખ રૂપિયા જ્યારે દરેક બાળદીઠ 8875 પાઉન્ડ 8.98 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ આકર્ષક ઓફર માટે શરત એ છે કે 45 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ માટે આ યોજના છે. અને સ્વિસ નાગરિક અથવા સળંગ 10 વર્ષ એ દેશમાં રહેતા હોવા જરૂરી છે.
તો સ્વિઝરલેન્ડની સરકારે આવા સુંદર ગામમાં રહેવા માટે સામેથી લાખોની ઓફર આપે છે.