જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા. 20 માર્ચના રોજ સવારે 10: 30 કલાકે રોજગાર કચેરીમાં અને આઈ. ટી. આઈ. કેમ્પસ, એસ. ટી. ડેપો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે, વધુ જાણકારી માટે કચેરીના નં. 6357390390 નો સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) સરોજ બી. સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


