જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા વેપારી શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી 24 નંગ બીયરના ટીન મળી આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા મહેન્દ્ર ઉર્ફે મસાલી કરશન માવ નામના વેપારી શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2880 ની કિંમતનો 24 નંગ બીયરના ટીન મળી આવતા પોલીસે મહેન્દ્ર ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના હર્ષદમીલની ચાલી નિલકંઠનગરમાં રહેતાં સમીર અબ્દુલ બ્લોચ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ઝડપી લઇ પંચ બી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


