Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફેબ્રુ.માં ભારતની વેપાર ખાધ ઘટી

ફેબ્રુ.માં ભારતની વેપાર ખાધ ઘટી

સતત ત્રીજા મહિને નિકાસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફેબુ્રઆરીમાં ભારતની નિકાસ 8.8 ટકા ઘટીને 33.88 અબજ ડોલર રહી છે. વૈશ્વિક માગમાં ઘટાડો થવાને કારણે ફેબુ્રઆરીમાં ભારતની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. જો કે ફેબુ્રઆરીમાં વેપાર ખાધ ઘટીને 17.43 અબજ ડોલર રહી છે જે એક વર્ષની નીચલી સપાટી છે. ફેબુ્રઆરીમાં આયાતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આયાત 8.21 ટકા ઘટીને 51.31 અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષે ફેબુ્રઆરીમાં 55.90 અબજ ડોલર રહી હતી. જો કે એપ્રિલથી ફેબુ્રઆરીના સમયગાળામાં દેશની કુલ નિકાસમાં 7.5 ટકા વધીને 405.94 અબજ ડોલર રહી છે. જ્યારે આયાત 18.82 ટકા વધીને 653.47 અબજ ડોલર રહી છે.

- Advertisement -

આ જ સમયગાળામાં વેપાર ખાધ 247.53 અબજ ડોલર રહી હતી. ડિસેમ્બર, 2022માં નિકાસ 6.58 ટકા ઘટીને 32.91 ડોલર રહી હતી. ફેબુ્રઆરી, 2022માં વેપાર ખાધ 17.43 અબજ ડોલર રહી છે. જાન્યુઆરી, 2022માં વેપાર ખાધ 17.42 અબજ ડોલર રહી હતી. વાણિજય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા 2022-23માં ભારતની ગુડ્સ અને સર્વિસ સેક્ટરની કુલ નિકાસ 750 અબજ ડોલર રહેવાનો અંદાજ છે. એપ્રિલથી ફેબુ્રઆરી સુધીના સમયગાળામાં એન્જિનિયરિંગ વસ્તુઓની નિકાસ ઘટીને 98.86 અબજ ડાલર રહી છ. જે ગયા વર્ષના સમાન ગાળામાં 101.15 અબજ ડોલર હતી. એપ્રિલથી ફેબુ્રઆરી સુધીના સમયગાળામાં સોનાની આયાત ઘટીને 31.72 અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળાના સમયમાં 45.12 અબજ ડોલર હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular