Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરચાલુ વર્ષ દરમિયાન 10.65 લાખ લોકોએ રણમલ તળાવની મુલાકાત લીધી

ચાલુ વર્ષ દરમિયાન 10.65 લાખ લોકોએ રણમલ તળાવની મુલાકાત લીધી

આ વર્ષ દરમિયાન રણમલ તળાવ ખાતે 1.24 કરોડની આવક : સવાર તથા સાંજના મળી કુલ 18,690 પાસ જામ્યુકોએ ઈસ્યૂ કર્યા

- Advertisement -

જામનગર શહેરની શાન સમાન એવા રણમલ તળાવ પરિસરમાં જામનગરની સ્વાસ્થ્ય પ્રેમી જનતા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કુલ 10.65 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ જામ્યુકો દ્વારા કુલ 18,690 જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત્ત રણમલ તળાવ ખાતે આ વર્ષ દરમિયાન 1.24 કરોડની આવક થઈ છે. શહેરની શાન સમા રણમલ તળાવ ખાતે શહેરીજનો વહેલીસવારે તેમજ સાંજના સમયે વોકીંગ માટે જતા હોય છે. આ ઉપરાંત રજાના દિવસોમાં તેમજ તહેવારના સમયમાં લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષ દરમિયાન 10.65 લાખ સહેલાણઓએ રણમલ તળાવની, 10 હજાર લોકોએ લેઝર શો તથા 48,500 લોકોએ મ્યુઝિયમ (માછલી ઘર)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લાખોટા કોઠા મ્યુઝિમ ખાતે 56 હજાર મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેમાંથી 14.15 લાખની આવક થઈ હતી.

જામનગરની સ્વાસ્થ્ય પ્રેમી જનતા રણમલ તળાવ ખાતે વોકીંગ, કસરત, યોગા તથા મેરીટેશન કરવા માટે પાસ મેળવવામાં આવતા હોય છે. જેમાં સવારના સમય માટે ત્રણ વર્ષના 9690 પાસ, સિનીયર સીટીઝનના 5580 પાસ (ત્રણ વર્ષના) અને સાંજના પેઈડ જોગીંગ પાસ 3690 (એક વર્ષ) સહિત કુલ 18690 પાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઈશ્યૂ કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular