જામનગર શહેરમાં રહેતાં બે યુવાનો સાથે લીંબડીમાં રોડના કોન્ટ્રાકમાં ગાડી ભાડે રાખવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બે શખ્સોને રૂા.11 લાખની કિંમતના બે વાહનો સાથે સિટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં બે યુવાનોની અર્ટીગા કાર લીંબડીમાં રોડના કોન્ટ્રાકટમાં ભાડે રાખવાની લાલચ આપી હતી. જેથી વિશ્ર્વાસમાં આવી ગયેલા બંને યુવાનોને ભાડે ચલાવવા આપી હતી. પરંતુ ત્યારબાદ આસિફ ઉર્ફે જાવીદ સુમરા તથા રાજુ ભાનુશાળી નામના બે શખ્સોએ બંને યુવાનોને ભાડાના પૈસા ન ચૂકવી બંનેની કાર પણ પરત ન આપતા વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદમાં હેકો ફૈઝલ ચાવડા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી સી ડીવીઝનના પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે જામનગરમાંથી આસિફ યુનુસ ખફી અને મનોજ ઉર્ફે રાજુ તુલસી જેઠવાણી નામના બે શખ્સોને ઝડપી લઇ જીજે-10-ડીજે-9101 અને જીજે-10-ડીઈ-4498 નંબરની 11 લાખની કિંમતની બે કાર કબ્જે કરી હતી.
પોલીસે બંને શખ્સોની પૂછપરછ હાથ ધરતાં લીંબડીમાં રોડ કોન્ટ્રાકટરનું કામ ચાલુ હોય તેમાં ગાડીઓ ભાડે રાખવાની લાલચ આપી વાહનચાલકની કાર જાણ બહાર ગીરવે મૂકી દઈ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરતા હોવાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.