Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયફૂંફાડો : દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 3000ને પાર

ફૂંફાડો : દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 3000ને પાર

- Advertisement -

દેશમાં કોરોનાના વધતા જતા કેસો ફરી ડરાવવા લાગ્યા છે. 67 દિવસ પછી, કોરોનાના સક્રિય કેસ વધીને 3 હજારથી વધુ થઈ ગયા છે. કોવિડના કેસોમાં અચાનક વધારાની સાથે સાથે H3N2 વાયરસના કેસમાં પણ વધારો થયો છે, જે ચિંતાજનક છે. ગુજરાતમાં પણ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના એકિટવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમ્યાન ગઇકાલે સુરતમાં કોરોનાથી એક વૃધ્ધાનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. છેલ્લા 3 અઠવાડિયાથી દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. 30 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે દેશમાં કોરોનાના 1898 નવા કેસ નોંધાયા છે. આ તેના પ્રથમ સપ્તાહમાં આવેલા કોરોના કેસ કરતાં 63% વધુ છે.

- Advertisement -

20 થી 26 ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના 1163 કેસ નોંધાયા હતા, જે એક અઠવાડિયા પહેલા કરતા 39% વધુ હતા. તે જ સમયે, 13 થી 19 ફેબ્રુઆરી વચ્ચે કોરોના ચેપના 839 કેસ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતા 13% વધુ હતા.

કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હજી વધારે નથી, પરંતુ કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય છે.
જો જોવામાં આવે તો સતત પાંચ અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. પ્રથમ બે અઠવાડિયામાં થોડો વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જુલાઈ પછી આ વૃદ્ધિનો સૌથી લાંબો સમયગાળો છે, જ્યારે દેશમાં છેલ્લે કોવિડ સ્પાઇક જોવા મળ્યો હતો. તે સમયગાળા દરમિયાન, 18 થી 25 જુલાઈ વચ્ચે કોરોનાના 1.4 લાખ કેસ સામે આવ્યા હતા. ત્યારથી, બે અઠવાડિયાથી વધુના ત્રણ ટૂંકા ગાળાને બાદ કરતાં, કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

- Advertisement -

23 થી 29 જાન્યુઆરીની વચ્ચે સાપ્તાહિક કેસ 707ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. 27 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી 473 કેસ કર્ણાટકમાં આવ્યા હતા, જે એક સપ્તાહ પહેલા મળેલા 230 કેસ કરતા ઘણા વધારે છે. બીજી તરફ, કેરળમાં ગયા અઠવાડિયે 410 કેસ નોંધાયા હતા, જ્યારે બે અઠવાડિયા પહેલા 298 કેસ નોંધાયા હતા. તે જ સમયે, મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે કોરોનાના 287 કેસ નોંધાયા હતા, જ્યારે બે અઠવાડિયા પહેલા 185 કેસ નોંધાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular