Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયકેરળમાં તાપમાનનો પારો 54 ડિગ્રીને પાર

કેરળમાં તાપમાનનો પારો 54 ડિગ્રીને પાર

- Advertisement -

છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા-જુદા વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે. ત્યાં જ દેશના દક્ષિણી રાજયો કેરળમાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજયના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 54 ડિગ્રીને પણ પાર કરી ગયો છે. જેને કારણે રાજયમાં હિટસ્ટ્રોકનો ખતરો તોળવા લાગ્યો છે. કેરળનું તાપમાન રાજસ્થાન કરતાં પણ વધારે નોંધાયું છે. તજજ્ઞોના મતે કેરળમાં આ પ્રકારનું તાપમાન અસામાન્ય છે. તેમજ અત્યંત જોખમી પણ છે. જેને કારણે ગંભીર બિમારીઓનો ખતરો વધી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના પાંચ રાજયોમાં હવામાન પલટાની આગાહી આપી છે.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશના આ પાંચ રાજ્યોમાં હવામાનનો પલટો આવી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. આ આગાહી બાદ સૌ કોઈને ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે પાંચ રાજ્યોમાં હવામાનનો પલટો આવી શકે છે તો આ ત્રણ રાજ્યોમાં હીટવેવની સંભાવના દર્શાવવામાં આવી છે.

ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પુરુ થયેલુ જોવા મળે છે. જ્યારે મેદાની વિસ્તારોમાં ચક્રવાતી હવાઓની ગતિ ધીમી પડી રહી છે. ગુજરાત સહિત દેશનાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવામાનમાં ફેરફાર જોવા મળે. આ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેથી ગુજરાતમાં ફરી ચિંતા ઉપજાવે તેવા સમાચાર કહી શકાય.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, છત્તીસગઢ. ઓડિસા તેમજ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળો પર ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કર્માટકના દરિયાઈ પટ્ટીના વિસ્તારો તેમજ ગોવા, કોંકણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમા તાપમાન 37-39 ડિગ્રી થવાની સંભાવના કરવામાં આવી છે.

કચ્છમાં બે દિવસ હિટવેવ, 13-14 માર્ચે રાજ્યમાં ફરી માવઠું

- Advertisement -

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ સપ્તાહ પણ વિત્યુ નથી ત્યાં ફરી એકવાર ઉત્તર, અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં વેસ્ર્ટન ડિસ્ટર્બન્સનાં કારણે માવઠું થવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. તો આજે અને આવતીકાલે કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. કે કચ્છજિલ્લામાં આજે અને આવતીકાલે હિટવેવની અસર હેઠળ 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જશે.તેમજ ફરી એકવાર વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આગામી સપ્તાહમાં એટલે કે આવતી તા.13 અને 14નાં રોજ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અમૂક ભાગોમાં ઝાપટા સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાંજ ગત તા.4 થી 6 દરમ્યાન સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે 0॥ થી 1 ઇંચ સુધીનો કમોસમી વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી ખેડુતોનાં ઘઉં, ચણા, ધાણા કેરી સહિતનાં પાકોને મોટુ નુકસાન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular