Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયહર્ડ ઇમ્યુનિટી માટે રોજ 93 લાખ રસી આપવી પડે

હર્ડ ઇમ્યુનિટી માટે રોજ 93 લાખ રસી આપવી પડે

ત્રીજી લહેરથી બચવા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવું પડશે : નાણાં મંત્રાલયનો રિપોર્ટ

- Advertisement -

નાણાંમંત્રાલયે મે મહિના માટે રજૂ કરાયેલા પોતાના માસિક સમીક્ષા રિપોર્ટમાં કહ્યું કે કોવિડ-19ની બીજી લહેરના લીધે આર્થિક સુધારાની રફતાર થોડી ધીમી પડી છે. રિપોર્ટમાં કહ્યું છે કે આગળની કોઇપણ લહેરની આશંકાથી બચવા માટે રસીકરણ અભિયાન ઝડપી કરવું પડશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયની તરફથી એક રિપોર્ટમાં કહ્યું છે કે જો કોવિડ માટે સપ્ટેમ્બર સુધીમાં હર્ડ ઇમ્યુનિટી લાવવી છે અને અર્થતંત્રને પાટા પર ચઢાવું છે તો દરરોજ અંદાજે 93 લાખ રસી આપવી પડશે.

રિપોર્ટમાં કહ્યું છે કે પહેલી લહેરના વિપરિત બીજી લહેરની અસર તમામ રાજ્યોમાં એક જેવી નથી. જો કે આ ખૂબ જ વ્યાપક અને આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ પહોંચી ચૂકી છે. રસીકરણ અભિયાન ઝડપી કરવું પડશે રિપોર્ટમાં કહ્યું છે કે આગળની કોઇપણ લહેરની આશંકાથી બચવા માટે રસીકરણ અભિયાન તેજ કરવું પડશે. નાણાંમંત્રાલયના રિપોર્ટમાં કહ્યું છે કે હર્ડ ઇમ્યુનિટી 75 થી 80 ટકા વસતીમાં પ્રાપ્ત કરવા રસીકરણ થવું જરૂરી છે, તેનાથી ગ્રાહક અને ઉત્પાદકોનો આત્મવિશ્વાસ વધશે અને આર્થિક પ્રગતિના એન્જિનને ફરીથી ગતિ આપશે. જો સપ્ટેમ્બર સુધીમાં હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવી છે તો દરરોજ 93 લાખ રસી લગાવવી પડશે.

મંત્રાલયે કહ્યું કે કોવિડ -19ની બીજી લહેરની ગતિ ધીમી પડતા રસીકરણ અભિયાનમાં ઝડપી સુધારો અને કેન્દ્રીય બજેટમાં આયોજિત નાણાકીય પગલાંથી આગામી ક્વાર્ટરમાં રોકાણની પ્રક્રિયાને વેગ મળશે. રિપોર્ટમાં કોવિડ-19ની બીજી લહરેની અસર અંગે કહ્યું છે કે, તેની હાલના ત્રિમાસિકમાં વિનિર્માણ અને નિર્માણ ક્ષેત્ર પર નજીવી અસર રહી શકે છે. રિપોર્ટમાં ભારપૂર્વક કહયું છે કે, આર્થિક સુધારાની ગતિને ફરીથી પ્રાપ્ત કરવા માટે રસીકરણની ગતિ અને અભિયાનને તેજ કરવું ખૂબજ અગત્યનું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular