Sunday, December 22, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 નવા કેસ : ત્રણ મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવના 91 નવા કેસ : ત્રણ મૃત્યુ

- Advertisement -

દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 91 નવા કોરોના પોઝિટિવ કેસ અહીંના સરકારી ચોપડે નોંધાયા છે. જોકે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કેસોનો ગઈકાલનો આંકડો 98 જાહેર થયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 30, ભાણવડ તાલુકામાં 23, દ્વારકામાં 22 અને કલ્યાણપુરમાં 16 દર્દીઓનો સમાવેશ થાય છે. આ વચ્ચે ખંભાળિયાના 12 મળી કુલ 37 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 793 સુધી પહોંચી ગયો છે. જો કે ખાનગી તબીબો પાસે નિદાન કરાવી સારવાર લેનાર દર્દીઓની સંખ્યા આનાથી ઘણી વધુ હોવાનું પણ કહેવાય છે. ગઈકાલે જિલ્લામાં નોન કોવિડ બે તથા કોવિડ 2 મળી, કુલ ત્રણ નવા મૃત્યુ પણ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય શહેરોમાં ઘટતા જતા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular