દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશમાં 8,329 નવા કેસ નોંધાયા છે, 10 મૃત્યુ નોંધાયા છે. નવા કેસોની સંખ્યા આગલા દિવસ કરતાં 9.8 ટકા વધુ છે. આ સાથે, એક્ટિવ કેસોની કુલ સંખ્યા વધીને 40,370 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, 4216 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. દૈનિક પોઝિટીવિટી દર 2.41 ટકા છે. ભારતમાં કુલ કેસ 4,32,13,435 છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 41105નો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. અહોં એક્ટિવ કેસોમાં 1758નો વધારો થયો છે. બીજા નંબરે કેરળ છે, જ્યાં 109 એક્ટિવ કેસ છે. આ પછો કર્ણાટકમાં 297 અને દિલ્હીમાં 254 સિવાય અન્ય રાજ્યોમાં આ આંકડો બે આંકવામાં છે. કોરોનાના કેસમાં ભારતનો રિકવરી રેટ 98.69% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,216 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાને માત આપનારા લોકોની કુલ સંખ્યા 4,26,48,508 થઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1325 લોકો સાજા થયા છે, ત્યારબાદ કેરળમાં 1301, દિલ્હીમાં 4119 અને હરિયાણા-મહારાષ્ટ્રમાં 228-228 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય યુપી, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે 1-1 વ્યક્તિનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,44,994 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 85.45 કરો5 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રસીકરણના આંકડા પર નજર કરીએ તો, લોકોને 1,94,92,71111 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 15,08,406 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.