રાજ્યમાં વન્યજીવોની પજવણીના અનેક વિડીઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ અમરેલીનો એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં ખેતરમાં અમુક શખ્સો અજગરની પજવણી કરી રહ્યા છે. અને ફોટો સેસન કરાવી રહ્યા છે. આ અંગે વનવિભાગ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહાકાય અજગરને ખુલ્લા ખેતરમાં રાખી 8 જેટલા યુવકો ફોટો સેસન કરી અજગરની પજવણી કરી રહ્યા છે. આ વિડીયો અમરેલી જીલ્લાના કયા વિસ્તારનો છે તે હજુ સુધી સામે આવ્યું નથી.પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિડીઓ તુલસી શ્યામ વિસ્તારનો છે. વનવિભાગ દ્રારા આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.