યુનાઈટેડ નેશન્સ સંસ્થા યુનાઈટેડ નેશનલ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) અને યુરોપીયન કમિશન જોઇન્ટ રિસર્સ સેન્ટરે તાજેતરમાં વર્લ્ડ ડેઝર્ટ એટલાસ બહાર પાડયું છે. એવું કહેવામાં આવે છે કે, વર્ષ 2050 સુધીમાં લગભગ 75% વસ્તી દુષ્કાળથી પ્રભાવિત થશે.
આ એટલાસ ઈટાલીમાં CIMA રિસર્ચમાં ફાઉન્ડેશન નેધરલેન્ડની યુનિવર્સિટી અને યુએન યુનિવર્સિટી ઈન્સ્ટીટયુટ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન સિકયોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઉર્જા, ખેતી અને ધંધા પર દુષ્કાળની અસર વિગતવાર આપવામાં આવી છે. હાલમાં કાયદાના અનાદાર અને આડેડધ શહેરી વિકાસને કારણે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. દુષ્કાળ તરફ આગળ વધી રહ્યું છે.
આ દર્શાવે છે કે, દુષ્કાળ હંમેશા કુદરતી ઘટના નથી ભારતમાં 2020 અને 2023 વચ્ચે જળ વ્યવસ્થાપનની નિષ્ફળતાને કારણે રમખાણો અને તણાવ વધ્યો છે.
યુએનસીસીડીના એકઝીકયુટિવ સેક્રેટરી ઈબ્રાહિમ થિયાવે કહ્યું કે, સમય ઘણો ઓછો છે. હું તમામ દેશોને ખાસ કરીને UNCCD દેશોને અપીલ કરું છું કે, તેઓ આ એપલાસના તારણોની ગંભીરતાથી સમીક્ષા કરે અને સ્પિર, સુરક્ષિત લે. એટલાસના લેખકોએ જણાવ્યું હતું કે, દુષ્કાળના જોખમોને સફળતાપૂર્વક સંચાલિત કરવા માટે સમુદાયો અને દેશોએ સક્રિય પગલાં લેવાની જરૂર પડશે. આ એટલાસ દુષ્કાળ વ્યવસ્થાપન અને અનુકૂલ ન માટે અસરકારક વ્યવૂહરચના બનાવવામાં મદદ કરે છે તે સમજાવે છે કે વિવિધ ક્ષેત્રોમાં જોખમો એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે.