Monday, January 12, 2026
Homeરાજ્યલાલપુર બાયપાસ નજીક પાર્ટી પ્લોટમાં દારુની મહેફિલ માણતા 7 શખ્સ ઝડપાયા

લાલપુર બાયપાસ નજીક પાર્ટી પ્લોટમાં દારુની મહેફિલ માણતા 7 શખ્સ ઝડપાયા

જામનગરમાં કોરોનાના સંક્રમણને પગલે સરકારે પણ નાઈટ કર્ફયુની સાથે સખ્ત નિયમો પણ લાદ્યા છે. ત્યારે આ વચ્ચે રાત્રીના સમયે દારુની મહેફિલ માણતા શખ્સો ઝડપાયા છે.પોલીસ  ગત રાત્રીના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન લાલપુર બાયપાસ નજીક આવેલ એક પાર્ટી પ્લોટમાં થી 7 જેટલા શખ્સો દારુની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. સીટી એ ડીવીઝન પોલીસે સ્થળ પરથી દારુ જપ્ત કરી તમામ વિરુધ  ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામનગર પોલીસ ગઈકાલના રોજ લાલપુર બાયપાસ પાસે ચેકિંગમાં હતી તે દરમિયાન મઢુલી હોટેલ પાછળ આવેલ ઋષી પાર્ટી પ્લોટમાં દરોડો પાડતા 7 જેટલા શખ્સો જેમાં રામપ્રસાદ લોહારી ઠારૂ, જીતબહાદુર ધીનકાભાઈ ઠારૂ, સરબન કરણભાઈ ઠારૂ, રામુ સોનગરૂભાઈ ઠારૂ, દયારામ તુલસીરામ ઠારૂ. સુરજ ભાગીરામ ઠારૂ તથા માયારામ રુટીરામ ઠારૂ નામના શખ્સો દારુની મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી. અને સ્થળ પરથી તમામના કબ્જા માંથી દારૂ ભરેલ પ્લાસ્ટિકના ગ્લાસ જપ્ત કરી તમામની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં પ્રોહીબીશન એક્ટ 66(1)બી, 86 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular