જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન ખાખીનગર વિસ્તારમાં જાહેરમાં 7 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી દરોડામાં રૂા.10,400ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે ખાખીનગર વાવ નજીક પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન જાહેરમાં અરજણભાઈ ધનાભાઈ ચાવડા, રત્નાભાઈ હરજીભાઈ કણજારિયા. ભીમાભાઈ રાયશીભાઈ બડીયાવદરા, ગોવિંદભાઈ રામભાઈ કરમુર, રામભાઈ કોલાભાઈ વસરા, પીઠાભાઈ મુળુભાઈ કંડોરીયા,જગદીશભાઈ રામશીભાઈ લગારીયા નામના શખ્સો જાહેરમાં બેસી તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન સિટી સી ડીવીઝન પોલીસે દરોડો પાડી કુલ રૂા.10,400ની રોકડ રકમ કબ્જે કરી તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.